શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો કોઈપણ વ્યક્તિ કે જે ૧૮ (અઢાર) વર્ષ કે તેથી વધારે ઉમરની હોય તથા બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હોય તેવી વ્યક્તિ આ અંગે જરૂરી નિયત કરેલ પત્રકો તથા એકરારનામા સંલગ્ન કરી, સભ્ય ફી ના રૂપિયા ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) ભરી આ ટ્રસ્ટ નો આજીવન (કાયમી) સભ્ય બની શકશે.
"સામાન્ય આજીવન સભ્ય"
ઉપરોક્ત પેરા માં જણાવેલ સભ્ય ને આજીવન "સામાન્ય સભ્ય" ગણવામાં આવશે.
"શ્રેષ્ઠી સભ્ય"
રૂપિયા ૨૧૦૦૦૦૦/- કે તેથી વધારે રકમનું દાન આપનારને "શ્રેષ્ઠી સભ્ય" કહેવાશે અને તે કાયમી સભ્યપદ ધારણ કરશે.
"દાતા સભ્ય"
રૂપિયા ૧૦૦૦૦૦/- કે તેથી વધારે રકમનું દાન આપનારને "દાતા સભ્ય" તરીકે ગણવામાં આવશે અને તેઓ કાયમી સભ્ય તરીકે ગણાશે.